આપ સહુ ને જણાવતા આનંદ થાય છે કે વિવેકાનંદ કન્યાકુમારી શાખા સુરત દ્વારા ગુરુ પૂર્ણિમા ની ઉજવણી સફળતાપૂર્વક કરવામાં આવી હતી આ કાર્યક્રમ નું આયોજન અષાઢ સુદ પૂર્ણિમા 2069 સોમવાર ને તા. 22/07/2013ના રોજ સાંજે 6:30 થી 8:30 દરમ્યાન એલ. પી. સવાણી વિદ્યાભવન, અડાજણ સુરત ખાતે કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ માં મુખ્ય વક્તા તરીકે માનનીય શ્રી વિશ્વાસજી લાપાલકર (મહારાષ્ટ્ર પ્રાંત સંગઠક, વિવેકાનંદ કેન્દ્ર કન્યાકુમારી અને રાષ્ટ્રીય સંયોજક, પ્રબુદ્ધ આયામ સ્વામી વિવેકાનંદ સાર્ધ શતી સમારોહ સમિતિ) ખાસ ઉપસ્થિત રહીને "ગુરુ-શિષ્ય સંબંધ" પર માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમ માં મુખ્ય મહેમાન તરીકે શ્રી સવજીભાઈ પટેલ (એલ પી સવાણી ગ્રુપ) પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ માં વિવેકાનંદ કેન્દ્ર કન્યાકુમારી શાખા સુરત ના નગર સંચાલક અને નગર પ્રમુખ અને નગર સમિતિ ના કાર્યકર્તાઓ અને સંસ્કાર વર્ગ ના બાળકો તથા આમંત્રિત મહેમાનો એમ કુલ 75 જેટલી ઉપસ્થિતિ રહી હતી.
કાર્યક્રમ ની શરૂઆત પ્રાર્થના થી કરવામાં આવી હતી ત્યાર બાદ ગુરુ ભજન રાખવામાં આવ્યા હતા. પછી કેન્દ્ર પરિચય આપવામાં આવ્યો હતો. પછી સંસ્કાર વર્ગ ના બાળકો દ્વારા "ગુરુ-શિષ્ય સંબંધો" પર વિવિધ વાર્તાઓ સાથે પોતાના વક્તવ્ય રજુ કરવામાં આવ્યા હતા ત્યાર બાદ મા. શ્રી વિશ્વાસજી દ્વારા ગુરુ-શિષ્ય સંબંધ પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ સંકલ્પ અને શાંતિ મંત્ર બાદ પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું.